રાત્રિ કરફ્યુમાં જનતાને લૂંટવા બેઠેલા હોમગાર્ડની પોલીસે કરી ધરપકડ: શું હોમગાર્ડ્સની આડોડાઇ અટકશે? - The Mailer - India

રાત્રિ કરફ્યુમાં જનતાને લૂંટવા બેઠેલા હોમગાર્ડની પોલીસે કરી ધરપકડ: શું હોમગાર્ડ્સની આડોડાઇ અટકશે?

અમદાવાદ: આપણે કોઇપણ ચાર રસ્તા પાસેથી નીકળતા હોઇએ ત્યારે અમુક વખત ખાખી વર્દીમાં કેટલાંક જવાનો ઊભા હોય છે, જે પોલીસનાં જવાનો નહી પરંતુ હોમગાર્ડના જવાનો હોય છે. જાહેર જનતાને અગવડ ન પડે અને સમાજની વ્યવસ્થા સુઘડ રીતે ચાલે તે તેમનું કામ હોય છે. પરંતુ, હોમગાર્ડ્સની આવી સારી વ્યવસ્થાને નામોશીમાં મૂકતો એક કિસ્સો સામે આવ્યો છે, જે અમદાવાદનાં ઇસનપુરમાં ઘટી ગયો છે.

રાત્રિ કરફ્યુનો ખોટો ફાયદો ઉઠાવ્યો

રાત્રિ કરફ્યુ દરમિયાન રેલવે સ્ટેશનથી પોતાના જીજાજીને લઇને પરત ફરી રહેલા શખ્સને ઊભો રાખી, લાયસન્સ અને અન્ય કાગળિયા માંગીને ખોટી ધમકી આપી હોમગાર્ડ્સના જવાનોએ 9000 રૂપિયાની ઉચાપત કરી હતી.

મહત્વનું છે કે, વટવાનાં આ શખ્સને કરફ્યુ હોવાના કારણે રાત્રે કોઇ વાહન ન મળતા સ્ટેશને તેમના જીજાજીને લેવા જવું પડ્યું હતું. એવામાં મજબૂરીનો ફાયદો ઉઠાવી સવારે ચાર વાગ્યે ત્રણ હોમગાર્ડ જવાનોએ આ કૃત્ય આચર્યુ હતું.

સાથે જ તેમણે તે શખ્સને માર પણ માર્યો હતો. આ ઘટના અંગે ઇસનપુર પોલીસ સ્ટેશનનાં પી.આઇ. એ ત્રણે આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહીનાં આદેશ આપ્યા છે.

Leave a Reply