જાણો, ચેન્નાઇ સામે દિલ્હી કઇ રીતે હાર્યુ? - The Mailer - India

જાણો, ચેન્નાઇ સામે દિલ્હી કઇ રીતે હાર્યુ?

આજરોજ વિશાખાપટ્ટનમમાં દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઇ ગઇ, જે ક્વાલિફાયર મેચ હતી. એટલે કે આ મેચમાં જે હારે, એ સીધું ટુર્નામેન્ટમાંથી બહાર અને જીતે એ ફાઇનલમાં!

દિલ્હી કેપિટલ્સએ આ સિઝનમાં ધરખમ દેખાવ કર્યો હતો અને ઘણી જીત મેળવી હતી, તો સામે લોકોનાં દિલમાં વસનારી ટીમ એટલે કે ચેન્નાઇ સુપર કિંગ્સ પાસે પણ લોકોને ઘણી આશા હતી. સૌથી મોટો મદાર એટલે કે મહેન્દ્રસિંહ ધોની. જોકે, આજની મેચમાં ફાફ ડુ પ્લેસિસ અને શેન વોટ્સને ઘણો સારો દેખાવ કર્યો હતો અને 50-50 રન ફટકાર્યા હતા.

આ પહેલાં દિલ્હી કેપિટલ્સે પહેલાં બેટિંગ કરતાં 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 147 રન ફટકાર્યા હતા. દિલ્હીનાં સ્ટાર પ્લેયર્સ આજે નબળાં જણાતા હતા અને રિષભ પંતે 38 રન માર્યા હતા. ચેન્નાઇ તરફથી હરભજન સિંહ, રવિન્દ્ર જાડેજા અને ચહરે 2-2 વિકેટ લીધી હતી. 147 રનનાં જવાબમાં ચેન્નાઇની શરૂઆત ધીમી પણ મજબૂત રહી હતી.

શેન વોટ્સન અને ફાફ ડુ પ્લેસિસની ઇનિંગની મદદથી ફક્ત 4 વિકેટ ગુમાવીને 19 જ ઓવરમાં ટાર્ગેટ પૂરો કર્યો હતો. આમ, હવે રવિવારે રમાનારી ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે ચેન્નાઇ સુપર કિંગ્સ રમશે, જે IPLના ઇતિહાસમાં આઠમી વખત ફાઇનલમાં પહોંચ્યું છે.

One thought on “જાણો, ચેન્નાઇ સામે દિલ્હી કઇ રીતે હાર્યુ?

Leave a Reply