રાજકોટમાં રંગીલા બનેવીએ સાળી પર બગાડી નજર અને પછી જે થયું... - The Mailer - India

રાજકોટમાં રંગીલા બનેવીએ સાળી પર બગાડી નજર અને પછી જે થયું…

ગુજરાતમાં અને ખાસ કરીને રંગીલા રાજકોટ શહેરમાં દિવસે અને દિવસે સ્ત્રીઓ પર અત્યાચાર વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલા આલાપ ગ્રીન સીટીની પાછળ ડ્રીમ સીટીમાં માવતરના ઘરે રહેતી જીજ્ઞાબેન દેવરાજભાઈ રામાનુજ નામની પરિણીત મહિલાએ પોતાના અમદાવાદ રહેતા સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ અનુસાર પરિણીત મહિલાએ પોતાના પતિ દેવવ્રત હરેશભાઈ રામાનુજ, સસરા હરેશ ઓધવજીભાઈ રામાનુજ તેમજ સાસુ અલકાબેન અને નણંદ અરુણાબેન અને સપનાબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મહિલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદી જીજ્ઞાબેને જણાવ્યું છે કે, તેણીના લગ્ન વર્ષ 2013માં 19 જાન્યુઆરીના રોજ થયા હતા.

સંતાનમાં તેમને એક દીકરો અને એક દીકરી છે. લગ્ન બાદ હું મારા પતિ સાથે રહેતી હતી લગ્નના ચાર વર્ષ બાદ અમે બધા અમદાવાદ રહેવા ગયા હતા. હું મારા સાસરિયાઓને પહેલેથી જ ગમતી નહોતી. જેથી તેઓ મને હર હંમેશ શારીરિક-માનસિક ત્રાસ આપતા રહેતા હતા. જેના કારણે હું કંટાળીને 21 જાન્યુઆરી 2019માં રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.

” મારા નાના નણંદ સપનાબેન જયદીપભાઇ કુબાવતના લગ્ન થઈ ગયા હોવા છતાં પણ તેઓ અમારા જ ઘરે રહેતા હતા અને ઘરમાં કોઈપણ જાતનું કામ પણ કરતા ન હતા. મારા પતિ દેવ વ્રત હરેશભાઈ રામાનુજ મને મારી નાની બહેન સાથે સેટિંગ કરાવી આપવાનું પણ દબાણ કરતા હતા. ગત 3 સપ્ટેમ્બરના રોજ મારી સાથે ઝઘડો કરીને તેમને મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.”

Leave a Reply