અમદાવાદ: કોરોના સંકટમાં સંચાલકોએ બાળકોને સ્કૂલમાં બોલાવ્યા અને.... - The Mailer - India

અમદાવાદ: કોરોના સંકટમાં સંચાલકોએ બાળકોને સ્કૂલમાં બોલાવ્યા અને….

કોરોના વાયરસની દહેશત દિવસને ને દિવસે વધી રહી છે. લોકોમાં ડરનો માહોલ છે. એવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે.

અમદાવાદના ગુલબાઈ ટેકરા પાસે મ્યુનિસિપલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને બોલવામાં આવ્યા હતા. તેમજ તેમની પરીક્ષા પણ લેવામાં આવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

AMC સ્કૂલ બોર્ડના ચેરમેનને આ ઘટનાની જાણ સુધ્ધાં નહોતી. મીડિયામાં અહેવાલ પ્રકાશિત થતાં તેઓ જાગ્યા હતા ઘટનાની તપાસ કરી હતી. અહીં સવાલ એ છે કે શું આ ઘટનામાં સ્કૂલ સંચાલકો સામે પગલાં લેવાશે કે મુદ્દો સમેટાઈ જશે?

Leave a Reply