21 દિવસ માટે ભારત લોકડાઉન, પણ ચિંતા ન કરો! - The Mailer - India

21 દિવસ માટે ભારત લોકડાઉન, પણ ચિંતા ન કરો!

નવી દિલ્હી: આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત આખાનાં લોકડાઉનની વાત કરી છે. આજથી 21 દિવસ માટે દેશને લોકડાઉન જાહેર કરવામાં આવે છે.

જોકે, આ સાથે વડાપ્રધાને જાહેરાત કરી છે કે ચિંતા કરવાની જરૂર નથી. જરૂરી ચીજ-વસ્તુઓ સમગ્ર દેશમાં એક હદ સુધી ચાલુ રહેશે. માટે લોકોએ અત્યારથી પેનિક થવાની જરૂર નથી અને અફવાઓ પણ ન ફેલાવવી.

વડાપ્રધાને કહ્યું કે જો આપણે અત્યારે સાવચેત નહીં બનીએ, 21 દિવસ નહીં થોભીએ, તો 21 વર્ષ પાછા જતાં રહીશું. મહત્વનું છે કે, આ પહેલાં વડાપ્રધાન દ્વારા જનતા કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ, પરિસ્થિતિ દિવસને દિવસે બગડતી હોવાથી વડાપ્રધાને આ પગલું ભર્યુ છે.

આ પહેલાં સમગ્ર દેશમાં ટ્રેન અને હવાઇસેવા પર રોક લગાવવામાં આવી છે.

Leave a Reply