8 નાપાસ આ યુવક 21 વર્ષની ઉંમરે બન્યો કરોડપતિ, વાંચો આખી કહાની! - The Mailer - India

8 નાપાસ આ યુવક 21 વર્ષની ઉંમરે બન્યો કરોડપતિ, વાંચો આખી કહાની!

કોઈએ સાચુ કહ્યું છે સફળતા શિક્ષણની મોહતાજ નથી હતી, તે તો તેને જ મળે છે જે તેની પાછળ સખત મહેનત કરે છે. જે લોકો જીવનમાં સફળતા મેળવવા ઈચ્છતા હોય તેમના માટે પંજાબનો આ 21 વર્ષિય યુવક રોલ મોડેલ છે.

ઘણી વખત લોકો પોતાની નિષ્ફળતા માટે અપૂરતા શિક્ષણને જવાબદાર માનતા હોય છે પરંતુ તેમના માટે પંજાબના લુધિયાણાના મિડલ ક્લાસ પરિવારમાં જન્મેલો આ યુવક રોલ મોડેલ છે. આ યુવકનુ નામ છે ત્રિશનીત. તે 8 માં ધોરણમાં નાપાસ થયો હતો અને તેણે ભણતર છોડી દીધુ હતુ.

ત્રિશનીતનો જન્મ લુધિયાણાના એક મિડલ ક્લાસ પરિવારમાં 2 નવેમ્બર 1993ના રોજ થયો હતો.  નાનપણથી જ તે ભણવામાં ઓછો અને કોમ્પ્યુટરમાં વધારે રસ લેતો હતો. તે પોતાનો મોટાભાગનો સમય કોમ્પ્યુટર હેકિંગ શીખવા પાછળ પસાર કરતો હતો. તેણે કોઈપણ પ્રકારના કોમ્પ્યુટરનો અભ્યાસ કર્યા વગર એથિકલ હેકિંગમાં મહારત હાંસલ કરી છે.

21 વર્ષની ઉંમરે ત્રિશનીતે  તેના પિતા પાસેથી 75 હજાર રૂપિયા લઈને ટી.એ.સી. સિક્યોરિટી નામે સાયબર સિક્યોરિટી કંપની ખોલી હતી. આજે તેનુ ટર્નઓવર કરોડોમાં છે. હાલમાં તે રિલાયન્સ, CBI,પંજાબ પોલીસ, ગુજરાત પોલીસ, અમૂલ સહિતની અનેક કંપનીઓમાં સાયબર સિક્યોરિટીની સેવા આપે છે. દુબઈ અને યુકેમાં તેની વર્ચ્યુલ ઓફિસ પણ છે.

આમ 8 ફેલ યુવક જો સફળતાના શિખર પર પહોંચી શકતો હોય તો ભણેલા ગણેલા યુવકો કેમ નહી.  ક્યારેય અસફળતા માટે શિક્ષણના કારણો સામે રાખીને હાર માનીને બેસી રહેવુ નહી. સફળતા માટે અથાગ મહેનત અને લગનની જરુર હોય છે જો આટલુ કરશો તો સફળતા તમારા ઘરના દરવાજે પણ ટકોરા મારશે.

Leave a Reply