શું આપણે ધર્મને કોરોનાની વચ્ચે લાવી શકીએ?

નવી દિલ્હી: આજરોજ દિલ્હીમાં તબલીગી જમાત અંગે મોટો ખુલાસો થયો છે, જેના કારણે સમગ્ર દેશમાં સોપો પડી ગયો છે. દિલ્હીમાં તબલીગી જમાતનાં લગભગ 1400થી વધુ લોકો સામેલ હતાં, જેમાંથી અમુક બહારના હોવાનું પણ માલૂમ થયું છે.

આ જમાતના લોકો દિલ્હીમાંથી તેલંગાણા, આંદામાન અને નિકોબાર અને પશ્વિમ ભારત સુધી વિસ્તર્યા અને હવે તેમના કેસ પોઝિટિવ આવવા લાગ્યા છે.

કોરોના જેહાદનું નામ અપાયું

જોકે, આ ઘટના બહાર આવ્યા બાદ ઘણાં લોકોએ તેને વખોડી છે. કટ્ટર હિંદુપંથી લોકોએ તો તેને કોરોના જેહાદનું નામ આપી દીધું છે. પરંતુ, તે તદ્દન અયોગ્ય છે. આ સમયે હિંદુ-મુસ્લિમ બાબતો અંગે લડાઇ કરવાનો નથી, પરંતુ એકસાથે ભેગા મળીને આ કોરોનાને ખતમ કરવાનો છે.

નિયમ ભંગ બાદ FIRના આદેશ

આ ઘટના બાદ દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈસ્લામિક સંગઠન તબલીગી જમાત પર FIR દાખલ કરવાનાં આદેશ આપ્યાં છે અને કડક પગલાં ભરવા આદેશ કર્યો છે. તેમના પર લોકડાઉન દરમિયાન મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવાનો આરોપ છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચથી દેશમાં 21 દિવસનાં લોકડાઉનની જાહેરાત કરી હતી. આ અંતર્ગત તમામ લોકોને સખ્ત નિર્દેશ આપવામાં આવ્યા હતા કે તેઓ પોતાના ઘરોમાં જ રહે, પરંતુ જમાતે આનું પાલન ના કર્યું.

Leave a Reply