સૌરાષ્ટ્ર રણજી ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટે કરી સગાઈ

રાજકોટ: સૌરાષ્ટ્રને 76 વર્ષ બાદ પ્રથમ વખત રણજી ટ્રોફીની ફાઇનલ જીતાવીને ચેમ્પિયન બનાવનારા ફાસ્ટ બૉલર જયદેવ ઉનડકટે 15 માર્ચ રવિવારના રોજ સગાઈ કરી હતી. જેની ખુશીભરી તસ્વીર ઉનડકટે ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું હતું કે, ‘6 કલાક, બે પ્લેટ ભોજન અને પછી કેક.’

ઉનડકટની ફિયાન્સીનું નામ જાહેર કરતા ચેતેશ્વર પૂજારાએ લખ્યું હતું કે, ‘રિન્ની, પરિવારમાં તમારું સ્વાગત છે.’ ઉલ્લેખનીય છેકે, રિન્ની હાલ અમદાવાદમાં એડવોકેટ છે. ત્યારે રાજકોટના રાજા તરીકે જાણીતા રણજીતસિંહ કે જેના નામ પર વર્ષોથી રમાતી “રણજી ચેમ્પિયન ટ્રોફી”ની ફાઈનલમાં બંગાળને હરાવીને સૌરાષ્ટ્રે 76 વર્ષ પછી ઇતિહાસ રચ્યો છે.આ ઇતિહાસ રચવામાં સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટની અત્યંત મહત્વની ભૂમિકા રહી હતી.

Leave a Reply