જાણો, 5 વાગ્યા પછી વડાપ્રધાને લોકોને આપી એવી સલાહ કે!

નવી દિલ્હી: આજરોજ જનતા કર્ફ્યુ વચ્ચે 5 વાગે લોકોએ એકઠાં થઇને થાળી વગાડીને, તાળી પાડીને, બ્યુગલ વગાડીને લોકોને જે સન્માન આપ્યું, તે માટે વડાપ્રધાને ખાસ ટ્વીટ કરી હતી.

તેમણે પોતાની ટ્વીટમાં કહ્યું કે, “આ ધન્યવાદનો નાદ છે, પરંતુ સાથે જ એક લાંબી લડાઇમાં વિજયની શરૂઆતનો પણ નાદ છે. આવો, આ સંકલ્પ સાથે, આ જ સંયમ સાથે એક લાંબી લડાઇ માટે એકબીજાને બંધનમાં(Social Distancing)માં બાંધી લઇએ.”

આ સાથે જ તેમણે લોકોને સલાહ આપી છે કે 9 વાગે પછી પણ આપણે સંયમ જાળવીએ અને બહાર ન નીકળીએ. કારણકે આ લડાઇ હજી પૂરી નથી થઇ.

Leave a Reply