...તો આ કારણથી અમેરિકાના નવા રાષ્ટ્રપતિ નહીં વાપરી શકે તેમની મનપસંદ બાઇક, જાણો! - The Mailer - India

…તો આ કારણથી અમેરિકાના નવા રાષ્ટ્રપતિ નહીં વાપરી શકે તેમની મનપસંદ બાઇક, જાણો!

તાજેતરમાં જ અમેરિકાનાં નવા રાષ્ટ્રપતિ પદે ચૂંટાયેલા જો બાઇડેન હવે વ્હાઇટ હાઉસમાં શિફ્ટ થવાના છે. મહત્વનું છે કે, વ્હાઈટ હાઉસ અમેરિકાના રાષ્ટ્રપતિનું નિવાસ સ્થાન છે. જ્યાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત હોય છે. આ જ ચુસ્ત બંદોબસ્તને કારણે જો બાઇડેનને તેમની મનપસંદ બાઇકથી દૂર રહેવું પડે તેમ છે.

Joe Biden's Peloton bike may pose cybersecurity risk, experts warn | Joe  Biden | The Guardian

પેલોટોન બાઇક છે ફેવરિટ

વ્હાઇટ હાઉસનાં પ્રોટોકોલ અને ખાસ સુરક્ષા નિયમોનાં કારણે જો બાઈડેન પોતાની એક્સરસાઈઝ બાઈકને વ્હાઈટ હાઉસ નહીં લઈ જઈ શકે. બાઈડેનની પેલોટોન બાઈકને વ્હાઈટ હાઉસમાં શિફ્ટ કરવા પર રોક લાગી શકે છે.

જો બાઈડેનની એક્સસાઈઝ બાઈકમાં માઈક્રોફોન અને કેમેરા લાગેલા છે જે ઈન્ટરનેટ સાથે જોડાયેલા છે. સુરક્ષા એજન્સીઓનું માનીએ તો બાઈક સાથે જોડાયેલા ડિવાઈસને હેક કરવામાં આવી શકે છે. સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે એક્સસાઈઝ બાઈકમાં લાગેલા સોફ્ટવેર અને ઈન્ટરનેટ કનેક્શનના સહારે બાઈડેનનું લોકેશન ટ્રેક થઈ શકે છે અથવા તો તેમની વાતચીતની ગોપનીયતા જોખમાઈ શકે છે.

Leave a Reply