ફક્ત 11 જ કલાકમાં 20 મિલિયન વ્યુઝ મેળવતું KGF 2 નું ટીઝર- જોવા માટે ક્લિક કરો! - The Mailer - India

ફક્ત 11 જ કલાકમાં 20 મિલિયન વ્યુઝ મેળવતું KGF 2 નું ટીઝર- જોવા માટે ક્લિક કરો!

એન્ટરેઇનમેન્ટ ફેન્સ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, તે KGF 2 નું ટીઝર રિલીઝ થઇ ચૂક્યું છે. Rocking Star Yash નો આજે જન્મદિવસ છે અને તેના બર્થડે પર જ આ બીજા ચેપ્ટરનું ટીઝર રિલીઝ થયું છે.

Hombale Films કૃત KGF Chapter 2 નું ટીઝર રોકેટગતિએ વાયરલ થઇ રહ્યું છે. આ ટીઝરમાં સંજય દત્ત, રવિના ટંડન અને શ્રીનિધિ શેટ્ટી પણ જોવા મળી રહ્યા છે.

Prashant Neel દ્વારા નિર્દેશિત આ ફિલ્મની વાર્તા Kollar Gold Fields ની વાર્તા પર આધારિત છે, જ્યાં સત્તા મેળવવા માટે લોકલ ડોનની મથામણ અને પછી રોકીભાઇની એન્ટ્રી થાય છે, જે લોકો માટે મસીહા બનીને આવે છે.

પ્રથમ ચેપ્ટરમાં કઇ રીતે રોકી KGF માં ઘૂસે છે અને ગરુડાને ખતમ કરે છે, પરંતુ ત્યારબાદ અધીરાની એન્ટ્રી અને કઇ રીતે રોકી KGF માં સામ્રાજ્ય જમાવે છે, તે બીજા ચેપ્ટરમાં જોવા મળશે.

Leave a Reply