કોહલી બ્રિગેડે કર્યો કાંગારુઓનો શિકાર: ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતે રચ્યો ઇતિહાસ - The Mailer - India

કોહલી બ્રિગેડે કર્યો કાંગારુઓનો શિકાર: ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતે રચ્યો ઇતિહાસ

સિડની: એક સમયે અજેય મનાતી એવી ઓસ્ટ્રેલિયાની ટીમને આજે ભારતીય ટીમે તેમની જ ધરતી પર હરાવીને અનોખો ઇતિહાસ રચ્યો છે. ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતે સિડનીમાં રમાઇ રહેલી છેલ્લી ટેસ્ટ વરસાદને કારણે ડ્રો થતાં ભારતે આ સિરીઝ પર કબજો મેળવી લીધો છે.

આ પહેલાં ચોથી ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગમાં ભારતે 7 વિકેટે 622 રન માર્યા હતા. ભારત તરફથી પૂજારાએ 193 રન, જ્યારે સ્લેજિંગ બોય રિષભ પંતે અણનમ 159 રન માર્યા હતા. આના જવાબમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ 300 રનમાં જ સમેટાઇ ગઇ હતી, જેમાં ભારત તરફથી કુલદીપ યાદવે 5 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાને ફોલોઓન કરતાં ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગ રમવાની શરૂઆત કરી હતી, પરંતુ તેમાં વરસાદ વિધ્ન બનતાં મેચ ડ્રોમાં પરિણમી હતી.

છેલ્લી ટેસ્ટ અને સમગ્ર સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરતા ચેતેશ્વર પૂજારાને ‘પ્લેયર ઓફ ધ મેચ’ તથા ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ જાહેર કરાયો હતો.

Leave a Reply