વડગામના ફતેગઢ ગામે પરમીટ વગર થયું ખોદકામ અને... - The Mailer - India

વડગામના ફતેગઢ ગામે પરમીટ વગર થયું ખોદકામ અને…

વડગામ તાલુકાના ફતેગઢ ગામે મેદાન ના નામે ગૌચર ની જમીન માં પાસ પરમીટ વગર થયું ખોદકામ

બનાસકાંઠા જિલ્લામાં ગૌચર કૌભાંડોએ માજા મૂકી છે, જેમાં હમણાં વધુ એક કિસ્સો વડગામ તાલુકાના ફતેગઢ ગામે સામે આવ્યો હતો જેમાં ફતેગઢ ગ્રામ પંચાયત ના સર્વે નંબર 206 માં પંચાયત ના ઠરાવ મુજબ ગૌચર દર્શાવવા માં આવેલ છે.

આમ છતાં, ગામના મુસ્લિમ સમાજ ના યુવાનો દ્વારા ક્રિકેટ માટે નું મેદાન બનાવવા માટે કોઇ પણ જાતની મંજૂરી લીધા વિના ત્રણ જી.સી.બી તથા બે ડમ્પર દ્વારા છેલ્લા ચાર-પાંચ દિવસ થી માટીનુ કામ તથા જમીન સમતલ કોની મંજુરી થી કરી રહ્યા છે ????એ પણ એક મોટો સવાલ છે તથા આ કામમાં ફતેગઢ પંચાયત ના સભ્ય ફરીદ હનીફ ભોરણીયા પણ સામેલ હતા તેવું સુત્રો દ્વારા જાણવા મળેલ હતું આ બાબતે ગામના જાગ્રુત નાગરિક પ્રદિપ પરમારે ફતેગઢના તલાટીને રૂબરૂ તથા ટેલિફોનીક જાણ કરાતા તેઓ આ વિશે અજાણ હોય તેવું જાણાવ્યુ હતું અને ઠરાવ કરવાનો બાકી હોય તેવું પંચાયત માં વાત ચર્ચાતી હોય તેવું જાણવા મળેલ હતું.

ત્યારે સવાલ એ થાય છે કે આ ખોદકામ અને જમીન સમતલ કોની રહેમનજર હેઠળ થઇ રહ્યું છે? આ બાબતે ગામના જાગ્રુત નાગરિક પ્રદિપ પરમારે બનાસકાંઠા કલેક્ટર ને લેખિત રજુઆત કરેલ છે.અને જવાબદારો સામે કડક અને કાયદેસર ની કાર્યવાહી કરવા માંગ કરેલ છે હવે જોવું રહ્યું કે જિલ્લાતંત્ર આવા લોકો પર શું કાર્યવાહી કરે છે કે પછી “ગોદડે ગોટી “વાળી દે છે.

Leave a Reply