સુશાંત સિંહ રાજપુતની છેલ્લી ફિલ્મ થશે રિલીઝ- આ પ્લેટફોર્મ પર જોઇ શકશો! - The Mailer - India

સુશાંત સિંહ રાજપુતની છેલ્લી ફિલ્મ થશે રિલીઝ- આ પ્લેટફોર્મ પર જોઇ શકશો!

ભાગ્યે જ તમે હજી માની શકશો કે સુશાંત સિંહ રાજપુત આપણી વચ્ચે નથી. આ દમદાર એક્ટર કેમ આત્મહત્યા કરે તે વિચારીને પણ ફેન્સ હજી શોકમાં છે. ત્યારે તેમની છેલ્લી ફિલ્મ કે જે રિલીઝ થવાની બાકી હતી, તે ‘Dil Bechara’ ની રિલીઝ ડેટ જાહેર થઇ છે.


સુશાંત સિંહ રાજપુતની છેલ્લી ફિલ્મ આગામી 24મી જુલાઇનાં રોજ રિલીઝ થશે, જે Hotstar પર જોવા મળશે. આજરોજ આ ખાસ જાહેરાત કરવામાં આવી છે. મુકેશ છાબરા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 2014માં આવેલી હોલિવુડ ફિલ્મ ‘The Fault in our stars’ ની ઓફિશિયલ રિમેક છે, જેમાં સૈફ અલી ખાન પણ ખાસ રોલમાં જોવા મળશે.


ફિલ્મની લીડ એક્ટ્રેસ સંજના સાંઘીએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરીને આ ખાસ માહિતી આપી હતી.

Leave a Reply