સાહિત્યકાર રઘુવીર ચૌધરીના ધર્મપત્નીનું કોરોનાથી નિધન - The Mailer - India

સાહિત્યકાર રઘુવીર ચૌધરીના ધર્મપત્નીનું કોરોનાથી નિધન

કોરોના વાયરસે સમગ્ર વિશ્વમા હાહાકાર મચાવ્યો છે. અનેક લોકોના કોરોનાના કારણે મોત થઈ ચૂક્યા છે. ત્યારે આજ રોજ સાહિત્યકાર રઘુવીર ચૌધરીના ધર્મપત્ની પારૂબેન ચૌધરીનું પણ કોરોનાના કારણે અવસાન થયુ છે.

થોડા દિવસ પહેલાં જ પારૂબેન ચૌધરીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યારે તેમની સારવાર માટે તેમને અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન જ તેમણે આજે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.

કહેવામાં આવે છે છે કે રઘુવીર ચૌધરી જે પણ સાહિત્ય લખતા તેઓ સૌથી પહેલા તેમના પત્ની પારૂબેનને સંભળાવતા હતા. પરંતુ કોરોનાએ તેમના પાસેથી એ શ્રોતા પણ છીનવી લીધો.

Leave a Reply