વેજીટેબલ પંચ- બ્રેકફાસ્ટ માટે એક હેલ્ધી ડ્રિંક

શિયાળાની આ સિઝનમાં આપણે સુપ તો પીએ જ છીએ, પરંતુ ઉનાળાનું શું? ત્યારે આવો બનાવીએ, વેજીટેબલ પંચ!

આ પણ એક પ્રકારનું હેલ્ધી ડ્રિંક છે, જે બ્રેકફાસ્ટ ટાઇમમાં લઇ શકાય છે.

સામગ્રી-

 • 2 ટામેટા
 • 2 ગાજર
 • 100 ગ્રામ કોબીજ
 • 2 ટી.સ્પૂ. બ્લેક પેપર
 • ચપટી મીઠું
 • 2 કાકડી
 • 2 બીટ
 • 1 ટે.સ્પૂ. લીંબુનો રસ
 • 2 ટે.સ્પૂ. સોડા
 • 50 ગ્રામ ગ્લુકોઝ

કઇ રીતે બનાવશો?

 • સ્ટેપ-1 સૌથી પહેલાં દરેક શાકભાજીને ધોઇ તેને ચોપ કરો.
 • સ્ટેપ-2 હવે આ ચોપ્ડ કરેલ શાકભાજીને એક ગ્રાઇન્ડરમાં લઇ તેને ગ્રાઇન્ડ કરો.
 • સ્ટેપ-3 હવે આ લિક્વિડને ગાળીને એક બાઉલમાં કાઢી લો. તેમાં ગ્લુકોઝ, લીંબુનો રસ અને બ્લેક પેપર તથા મીઠું ઉમેરો.
 • સ્ટેપ-4 તેને બરાબર મિક્સ કરો અને ફ્રિજમાં ઠંડો થવા મૂકો.
 • સ્ટેપ-5 હવે આ જ્યુસને ગ્લાસમાં સર્વ કરો અને સોડા વડે ટોપ-અપ કરો.
 • સ્ટેપ-6 આ જ્યુસને ઠંડુ સર્વ કરો.

Leave a Reply