કોરોના કાળમાં તહેવારો અને તેની છૂટછાટ અંગે નીતિન પટેલની ખાસ બેઠક - The Mailer - India

કોરોના કાળમાં તહેવારો અને તેની છૂટછાટ અંગે નીતિન પટેલની ખાસ બેઠક

તહેવારો, મેળાઓ, પગપાળા સંઘો માટે કેટલી અને કેવી છૂટછાટ આપવી તે માટે મંત્રીઓ સાથે બેઠક કરતા ડેપ્યુટી સીએમ નીતિન પટેલ


ગાંધીનગર: પવિત્ર શ્રાવણ માસમાં આવનાર હિન્દુ તથા મુસ્લીમ તહેવારો, મેળાઓ, પગપાળા સંઘો વિગેરે માટે કોરોનાની મહામારી સમયમાં કેવા પ્રકારની કેટલી છુટછાટ આપવી તે અંગે આજે સરકારની ખાસ બેઠક યોજાઇ હતી.

આ અંતર્ગત, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના અધ્યક્ષતામાં શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મહેસુલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ તથા ગૃહ મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, માન.મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે.કૈલાસનાથન, ગૃહ સચિવશ્રી અને ગુજરાત રાજયના પોલીસ વડાશ્રી, પ્રવાસન સચિવશ્રી તથા અન્ય ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં ચર્ચા- વિચારણા કરવામાં આવી.

Leave a Reply