મોઝરેલા સ્ટીક્સ-એક ટેસ્ટી એપેટાઇઝર

મોઝરેલા સ્ટીક્સ એ ઇટાલિયન રેસીપી છે, જેનો ઉપયોગ એક એપીટાઇઝર તરીકે થાય છે. બાળકોને ભાવતી તેવી આ રેસીપી તેમના લંચ-બોક્સમાં પણ આપી શકાય છે. આ સ્ટીક્સ બનાવવા માટે જુઓ-

સામગ્રી-

 • 300 ગ્રામ મોઝરેલા ચીઝ
 • ½ કપ ચણાનો લોટ
 • 1 કપ સનફ્લાવર તેલ
 • ½ કપ લોટ
 • ½ કપ ક્રશ કરેલાં બ્રેડક્રમ્સ 

કઇ રીતે બનાવશો?

 • સ્ટેપ-1 ચીઝને કાપીને તેની લગભગ 1 ½ ઇંચની સ્ટીક બનાવો.
 • સ્ટેપ-2 સામાન્ય લોટ અને ચણાના લોટને મિક્સ કરો અને તેમાં પાણી ઉમેરી એક જાડું ખીરું બનાવો.
 • સ્ટેપ-3 હવે એક પ્લેટમાં બ્રેડ-ક્રમ્સ લો. ચીઝ સ્ટીક્સને ખીરામાં બોળીને તેને બ્રેડક્રમ્સમાં રોલ કરો.
 • સ્ટેપ-4 આ સ્ટીક્સને તેને પ્રેચમેન્ટ પેપરમાં મૂકો અને ફ્રિજમાં 2 થી 3 કલાક માટે ઠંડુ કરવા મૂકો.
 • સ્ટેપ-5 હવે એક ફ્રાઇંગ પેનમાં આ સ્ટીક્સને તળો. તેને ગોલ્ડન બ્રાઉન થવા દો.
 • સ્ટેપ-6 તેમાંથી વધારાનું તેલ છુટું થવા દો. હવે તેને સોસ સાથે સર્વ કરો.

Leave a Reply