મુંબઇનાં પ્રખ્યાત વેનિટિ કાર ડિઝાઇનર અને DC ડિઝાઈનના સંસ્થાપક દિલીપ છાબરિયાને મુંબઈની એક કોર્ટે એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે. આ પહેલાં કોમેડિયન કપિલ શર્માની ફરિયાદ બાદ દિલીપની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

કપિલે છાબરિયા પર આક્ષેપ મૂક્યો હતો કે વેનિટી વેન ડિઝાઈન કરવા માટે 5.5 કરોડ રૂપિયા આપ્યા હોવા છતાંય સમય પર વેનની ડિલિવરી કરી નહોતી. આ સિવાય પાર્કિંગ, GST તથા અન્ય ચાર્જિસના નામ પર અલગથી એક કરોડથી પણ વધુ રકમ આપવામાં આવી હતી.

આ સમગ્ર કેસ અંગે કપિલ શર્માએ આપેલી માહિતી પ્રમાણે, તેણે દિલીપ છાબરિયાને સાડા પાંચ કરોડ રૂપિયા વેનિટી વેન ડિઝાઈન કરવા માટે આપ્યા હતા. પરંતુ, ગાડીની ડિલીવરી કરવામાં આવી નહોતી. આ ઉપરાંત, જ્યારે તેમના સ્કેમ વિશે સાંભળ્યું, ત્યારે કપિલ શર્માએ મુંબઇ કમિશનરને મળવાનું નક્કી કર્યુ.