આજથી 12 વર્ષ પહેલાં આ રીતે ધણધણી ઉઠ્યું હતું મુંબઇ - 26/11 હુમલાની આજે વર્ષી!

આજથી 12 વર્ષ પહેલાં આ રીતે ધણધણી ઉઠ્યું હતું મુંબઇ – 26/11 હુમલાની આજે વર્ષી!

વર્ષ 2008માં આજનો દિવસ મુંબઇગરાઓ માટે ખરેખર ભયજનક અને સખત હચમચાવી દેનારો રહ્યો હતો. જી હાં, આજના જ દિવસે થયો હતો એ આતંકવાદી હુમલો જેણે વિશ્વ આખામાં દહેશત મચાવી હતી અને ભારત સરકાર તથા દળોની અગ્નિપરીક્ષા લીધી હતી.

The Taj Hotels દ્વારા આ હુમલાને યાદ કરીને બનાવવામાં આવેલી ઇમેજ

મહત્વનું છે કે, આ હુમલો દક્ષિણ મુંબઈમાં આવેલ છત્રપતિ શિવાજી ટર્મિનલ, ઓબેરોય હોટેલ, હોટેલ તાજ, લીયોપોલ્ડ કાફે, કામા હોસ્પિટલ, નરીમન હાઉસ, મેટ્રો સિનેમા, અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ એમ કુલ આઠ વિવિધ જગ્યાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, મુંબઈના એક પોર્ટ વિસ્તારના મઝગાંઉમાં પણ એક વિસ્ફોટ થયો હતો, જેમાં ઘણું નુકસાન થયું હતું.

મુંબઇ મિરરનાં ફોટો જર્નાલિસ્ટે લીધી હતી અજમલ કસાબની આ તસવીર

મુંબઇ હુમલા બાદ અજમલ કસાબની તસવીર કે જેમાં તે રાઇફલ પકડીને આગળ વધી રહ્યો છે, તે મુંબઇ મિરરનાં ફોટોગ્રાફર સૅબેસ્ટીયન ડી’સોઝાએ ક્લિક કરી હતી. તેઓ જણાવે છે કે તે દિવસે તેમને ખબર મળી કે કેટલાંક આતંકવાદીઓએ આ રીતે હુમલો કર્યો છે અને તેઓ CST પહોંચી ગયા અને પોતાનો જીવ બચાવી, છૂપી રીતે આ હુમલાની તસવીર લેવાની શરૂ કરી હતી.

28 નવેમ્બરની વહેલી સવારે મુંબઈ પોલીસ તથા સુરક્ષા દળો દ્વારા તાજ હોટેલની આજુ બાજુ કડક સુરક્ષા ગોઠવી દેવાઇ હતી. બીજે દિવસે, 29 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડસ્ દ્રારા શેષ રહેલા આતંકવાદીઓને ઠાર કરવા ઓપરેશન બ્લેક ટોર્નેડો હાથ ધર્યું, જેના પરીણામ સ્વરુપે બધા જ આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા હતા.

Leave a Reply