સ્થળોની સાથે ફળોનાં નામ બદલતી સરકાર! જાણો, કયા ફ્રુટને મળ્યું 'કમલમ ફ્રુટ'નું નામ? - The Mailer - India

સ્થળોની સાથે ફળોનાં નામ બદલતી સરકાર! જાણો, કયા ફ્રુટને મળ્યું ‘કમલમ ફ્રુટ’નું નામ?

આજરોજ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ખાસ પ્રેસવાર્તા કરવામાં આવી હતી, જેમાં તેમણે રાજ્યમાં કૃષિ અને બાગાયત ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસથી બાગાયતી તેમજ ઔષધિય પાકોની ખેતીનો વ્યાપ વધારવાના નક્કર પરિણામલક્ષી આયોજનની વાત કરી હતી.

આ અંતર્ગત, ગુજરાતમાં ‘મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન’ની જાહેરાત કરી છે, જેમાં કૃષિ અને ખાસ કરીને બાગાયતી પાકોને વધારે મહત્વ અપાશે. સાથે જ ઔષધિય ગુણોવાળી વનસ્પતિને પણ ધ્યાનમાં રખાશે.

ડ્રેગન ફ્રુટનું નામ બદલી રાખ્યું કમલમ ફ્રુટ

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળતા ડ્રેગન ફ્રુટનું ગુજરાતી ભાષામાં નામકરણ કરવામાં આવ્યું છે. હવે થી ડ્રેગન ફ્રુટ ‘કમલમ’ તરીક ઓળખાશે, તેવી તેમણે જાહેરાત કરી છે. આ પ્રસંગે તેમને જણાવ્યું હતું કે અમારી સરકારે ઐતિહાસિક નિર્ણય કર્યો છે.

Leave a Reply