કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાનાં અવસાન નિમિત્તે વડાપ્રધાને વ્યક્ત કર્યો શોક, કહ્યું કે... - The Mailer - India

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાનાં અવસાન નિમિત્તે વડાપ્રધાને વ્યક્ત કર્યો શોક, કહ્યું કે…

આજરોજ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને ગુજરાતનાં રાજ્યસભાના સાંસદ એવા અહેમદ પટેલનું કોરોનાથી અવસાન થયું છે. આ ઘટના નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહેમદ પટેલના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે “અહેમદ પટેલ જીના અવસાનથી દુ:ખ થયું. તેમણે જાહેર જીવનમાં વર્ષો પસાર કર્યા, સમાજની સેવા કરી. તેમની તીક્ષ્ણ સૂઝ માટે જાણીતા હતા. કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા હંમેશા યાદ રહેશે. તેમના પુત્ર ફૈઝલ સાથે વાત કરી અને શોક વ્યક્ત કર્યો. અહેમદભાઇના આત્માને શાંતિ મળે.”

મહત્વનું છે કે, અહેમદ પટેલ એ કોંગ્રેસનાં અગત્યનાં વિચારકોમાંથી એક હતા, જેમના ખભે કોંગ્રેસ હજી સુધી ટકી રહી હતી.

Leave a Reply