Netflix ની આ ભારતીય સિરીઝે ગજવ્યું ગામ, જીતી લાવી આંતરરાષ્ટ્રીય એવોર્ડ - The Mailer - India

Netflix ની આ ભારતીય સિરીઝે ગજવ્યું ગામ, જીતી લાવી આંતરરાષ્ટ્રીય એવોર્ડ

કોરોનાને કારણે લોકડાઉન અને તેના કારણે ઘણો ફાયદો OTT પ્લેટફોર્મ્સને થયો છે. Netflix, Amazon સહિત ઘણાં પ્લેટફોર્મ્સ પોતાના કન્ટેન્ટ દ્વારા દર્શકોને આકર્ષવા તૈયાર છે, ત્યારે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી વેબસિરીઝ ‘દિલ્હી ક્રાઇમ’ને ઇન્ટરનેશનલ એમી એવોર્ડ એનાયત થયો છે.

48મા આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્સના વિજેતાઓમાં સર્વશ્રેષ્ઠ ડ્રામા સિરીઝની શ્રેણીમાં દિલ્હી ક્રાઇમે બાજી મારી લીધી છે. તાજેતરમાં જ પ્રતિષ્ઠિત ગણાતા એમી એવોર્ડ્સના વિજેતાઓના નામ ઘોષિત કરવામાં આવ્યા હતા. દિલ્હી ક્રાઇમ એક આંતરરાષ્ટ્રીય પુરસ્કાર જીતનારી પહેલી ભારતીય વેબસિરીઝ બની ગઈ છે. આ જાહેરાત થતાં જ સોશિયલ મિડિયા પર તેને લઇને ઘણી પોસ્ટ વાયરલ થવા લાગી છે.

મહત્વનું છે કે, રિચી મહેતા દ્વારા નિર્મિત અને નિર્દેશિત દિલ્હી ક્રાઇમમાં ચર્ચિત નિર્ભયાકાંડના આરોપીઓને 6 દિવસમાં જ દબોચી લેતી દિલ્હી પોલીસની કાર્યવાહી દર્શાવવામાં આવી છે. આ સિરીઝને લોકોએ ખૂબ વખાણી હતી.

Leave a Reply