બજેટ 2020: શું છે ખાસ જાહેરાત? - The Mailer - India

બજેટ 2020: શું છે ખાસ જાહેરાત?

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કરી બજેટલક્ષી ખાસ જાહેરાત, જેની અંદર કેટલીક ખાસ જાહેરાત કરવામાં આવી છે.

નવા બજેટ અંતર્ગત કેટલીક ખાસ જાહેરાત:

 • 550 વાઇ-ફાઇ સેન્ટર શરૂ કરવામાં આવશે
 • સૌર-ઊર્જા ઉત્પાદન માટે મોટું પગલું
 • રેલ્વે ટ્રેકની બાજુમાં રહેલી જમીનોનો ઉપયોગ કરી સૌર-ઊર્જા ઉત્પાદન કરાશે
 • PPP મોડની રેલ્વેમાં શરૂઆત થશે
 • વધુ તેજસ ટ્રેન શરૂ કરવામાં આવશે
 • 148 કિ.મી.નો બેંગ્લુરુ સબ-અર્બન રેલ પ્રોજેક્ટ

આ સાથે જ પર્યટન ક્ષેત્રના વિકાસ માટે 2500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અંતર્ગત પ્રાકૃત્તિક સંપત્તિનું ધ્યાન રાખવામાં આવશે.

નવા બજેટ અંતર્ગત 10 લાખથી વધુ આબાદીવાળા શહેરોની હવા સ્વચ્છ કરવામાં આવશે

સાથે જ આવકવેરા માટે નવી મર્યાદા વધારવામાં આવી છે, જેમાં

 • નવા બજેટ અંતર્ગત ટેક્સ પેયર ચાર્ટર બનાવવામાં આવશે
 • કોમન એલિજિબિલિટી ટેસ્ટ અંતર્ગત ટેક્સ અંગેની પરીક્ષા લેવામાં આવશે
 • નવી કંપની માટે કોર્પોરેટ ટેક્સ 15%
 • 5 લાખથી 7.5 લાખ વચ્ચે હવે 20%ની જગ્યાએ 10% ટેક્સ
 • 7.5 લાખથી 10 લાખ વચ્ચે હવે 15% ટેક્સ
 • 10 લાખથી 12.5 લાખ વચ્ચે 20% ટેક્સ

Leave a Reply