અમદાવાદ શહેરને અને ખાસ કરીને રિવરફ્રન્ટને રોજ-રોજ નવા નજરાણાં મળતા જ જાય છે. સાબરમતી રિવરફ્રન્ટ પર સી-પ્લેન અને વિવિધ રાઇડ્સ બાદ હવે ફૂટ ઓવરબ્રિજ બનવાનો છે.

મહત્વનું છે કે, આ યુનિક ફૂટ ઓવરબ્રિજ નદી પરનાં એલિસબ્રિજ અને સરદારબ્રિજની વચ્ચે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતો ફૂટ ઓવરબ્રિજ 74 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. મહત્વનું છે કે, સમગ્ર દેશમાં આવો યુનિટ ફુટ બ્રિજ આ સિવાય બીજો કોઇ નહી હોય. એપ્રિલ 2020માં આ ફૂટ ઓવરબ્રિજનું કામ પૂરું થઈ જવાનું હતું. પરંતુ, કોરોનાને પગલે તે થોડું લંબાયું છે.