ગુજરાત પોલીસનાં કર્મીઓને સોશિયલ મીડિયા વાપરવા અંગે આચારસંહિતા - The Mailer - India

ગુજરાત પોલીસનાં કર્મીઓને સોશિયલ મીડિયા વાપરવા અંગે આચારસંહિતા

ગાંધીનગર: સુનિતા યાદવની ઘટના બન્યા પછી સોશિયલ મીડિયા પર પોલીસ પ્રત્યે વિવિધ પ્રકારનું લખાઇ રહ્યું છે, ત્યારે આજરોજ ડીજીપી શિવાનંદ ઝાએ એક પરિપત્ર બહાર પાડ્યો છે.

આ અંતર્ગત, ગુજરાત પોલીસકર્મીઓને સોશ્યલ મીડિયાના ઉપયોગ બાબતે આચારસંહિતા જાહેર કરવામાં આવી. પોલીસ વડાએ આ અંગે પરિપત્ર પણ જાહેર કર્યો છે, જેમાં ફરજ દરમિયાન સોશિયલ મિડિયા ન વાપરવા આદેશ કરાયો છે.

પોલીસકર્મીઓએ રાજકીય કે સાંપ્રદાયિક, વિભાગ કે સરકારની ટીકા કરતી પોસ્ટ ન કરવી. ફરજ દરમ્યાન ઉપયોગ ટાળવા આદેશ કરાયો. આ સુચનોથી વિરુદ્ધ જશે તો થશે કાયદેસર અને ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply