બ્રિટનમાં નહીં પરંતુ આ દેશમાંથી આવ્યો હોઇ શકે છે કોરોનાનો નવો વેરિએન્ટ, જાણો... - The Mailer - India

બ્રિટનમાં નહીં પરંતુ આ દેશમાંથી આવ્યો હોઇ શકે છે કોરોનાનો નવો વેરિએન્ટ, જાણો…

2019નાં અંતથી ચીનનાં વુહાન શહેરથી પહેલાં ચીન અને પછી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોનાએ કહેર તો મચાવ્યો છે, ત્યારે હવે કોવિડ-20 નામનાં નવા સ્ટ્રેનથી પણ લોકો ખોફમાં છે.

યુરોપનાં ફ્રાન્સથી આવ્યો હોઇ શકે છે નવો સ્ટ્રેન

એક રિપોર્ટ અનુસાર, બ્રિટનમાં આ નવો સ્ટ્રેન જોવા મળ્યો હતો, પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર ફ્રાન્સના રેનેસમાં કોરોનાનો નવો વેરિએન્ટના કેસ સામે આવ્યા છે. જેના કારણે ફ્રાન્સમાં અફરા-તફરીનો માહોલ છે. ફ્રાન્સના રેનેસની નજીક એક ચાઈલ્ડ કેર સેન્ટરમાં જે લોકો સંક્રમિત થયા છે. તે બ્રિટેનના કોવિડ-19ના નવા વેરિએન્ટથી મેચ કરતા નથી.

WHO Europe urges stronger action to contain new virus strain | Arab News

ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, પેરિસના દક્ષિણના ઉપનગર બાગનેક્સમાં અને પશ્ચિમ ફ્રાન્સના બ્રિટની વિસ્તારમાં કેરોનાના નવા વેરિએન્ટનાં બે ક્લસ્ટર મળી આવ્યા છે.

આ અંગે વધુમાં જણાવતાં ફ્રાન્સનાં સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું, અમે સ્પષ્ટ રીતથી બે સમૂહોને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મંત્રાલયના જણાવ્યા અનુસાર, રેનેસ શહેર નજીક એક કેર હોમમાં રહેતા સાત લોકો અને બે સ્ટાફ વાયરસના નવા વેરિએન્ટથી સંક્રમિત થયા છે.

Leave a Reply