નિર્ભયાના આરોપીઓને ફાંસીની સજા, જાણો ક્યારે મળશે?

નવી દિલ્હી: આજનો દિવસ દેશ માટે ઐતિહાસિક બન્યો છે. આજે દેશની દિકરી નિર્ભયાના આરોપીઓના ડેથ ઓફ વોરંટ પર આજે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટ આરોપીઓની ફાંસીની તારીખ જાહેર કરી છે. કોર્ટના આદેશને અનુસરવા માટે તિહાર જેલમાં આ ચારેય આરોપીઓની ફાંસીની સજા આપવા માટે 25 લાખ રૂપિયાના ખર્ચે તખ્તો તૈયાર કરવામા આવ્યો છે.

મહત્વનું છે કે ડિસેમ્બરમાં નિર્ભયાના માતા-પિતાએ દોષિતોના ડેથવોરંટ માટે કોર્ટમાં અરજી કરી હતી. પોલીસે પણ કોર્ટ સમક્ષ આ નરાધમોને ફાંસીની સજા આપવાની માગ કરી હતી. જો કે કોર્ટમાં દોષિતોના વકીલે ફાંસી માટે ઉતાવળ નહી કરવા રજૂઆત કરી હતી. પરંતુ આજે આખરે કોર્ટે નિર્ભયાને ન્યાય આપી દોષિતોને ફાંસીની તારીખ જાહેર કરી હતી.

કોર્ટના આદેશ મુજબ 22 જાન્યુઆરીના રોજ આ દોષિતોને ફાંસીની સજા સંભળાવવામાં આવશે. કોર્ટના આ મહત્વના નિર્ણય બાદ દેશમાં એક અનોખો દાખલો બેસસે.

Leave a Reply