હૈદરાબાદ રેપ મામલે બોલ્યા નિર્ભયાના માતા- કહ્યું કે…

નવી દિલ્હી: તાજેતરમાં જ હૈદરાબાદના કિસ્સાથી સમગ્ર દેશમાં જે એક ગુસ્સો વ્યાપ્યો છે, તે આગની ચિનગારી ચારેકોર ફેલાઇ છે. આ કેસ અંગે નિર્ભયાના માતાએ જણાવ્યું છે કે, તેઓ હવે હૈદરાબાદની દિકરી માટે લડત લડશે.

વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવાઓ

મહત્વનું છે કે, આ પહેલાં પટિયાલા કોર્ટે નિર્ભયા કેસના આરોપીઓને દયાની અરજી મોકલવા નોટિસ આપી હતી. જે મુદ્દે કેજરીવાલ સરકારે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ ને નિર્ભયા ગેંગરેપ મામલામાં એક દોષીની દયા અરજીને રદ કરવાની ભલામણ કરી છે. આ અંગે એક પ્રસ્તાવ ઉપરાજ્યપાલને મોકવલામાં આવ્યો છે. અહીં આ વાતને સ્વીકૃતિ મળ્યા બાદ ફાઇલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલવામાં આવશે. અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ લેશે.

આ અંગે પણ નિર્ભયાની માતાએ દિલ્હીની કેજરીવાલ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. નિર્ભયાની માતાએ કહ્યું કે કેજરીવાલ સરકારના આ નિર્ણયથી તેમનામાં નવી આશા જાગી છે. સાથે જ નિર્ભયાની માતાએ કહ્યું છે કે હવે તેણી હૈદરાબાદની દીકરી માટે લડત લડશે.

દેશના IT હબ તરીકે પ્રસિદ્ધ એવા હૈદરાબાદમાં કંપાવી દે તેવો ગેંગરેપ અને હત્યાનો બનાવ બનવા પામ્યો હતો, જેમાં ચાર લોકોએ એક મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ કર્યો હતો, જે બાદમાં તેની હત્યા કરીને લાશને પેટ્રોલ-ડીઝલ છાંટીને સળગાવી દીધી હતી. હાલમાં, આ કેસમાં પોલીસે આ મામલે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે.

Leave a Reply