બાળકોમાં મેદસ્વીતા વધે છે આ કારણોથી - The Mailer - India

બાળકોમાં મેદસ્વીતા વધે છે આ કારણોથી

યુનિવર્સિટી કોલેજ ઓફ લંડન(UCL)નાં એક રિપોર્ટ પ્રમાણે જે બાળકોનાં બેડરૂમમાં ટી.વી. હોય છે, તેવા બાળકોમાં મેદસ્વીતાનું પ્રમાણ સામાન્ય બાળકો કરતાં 30% વધારે હોય છે. આ રિસર્ચમાં 12,556 બાળકોને આવરી લેવાયા હતાં. આવાં બાળકોનું વજન ઝડપથી વધે છે, જે લાંબાગાળે નુકસાનકારક બની શકે છે.

WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)નાં જણાવ્યા મુજબ છેલ્લા બે દાયકામાં મેદસ્વીતામાં લગભગ 35% જેટલો વધારો થયો છે, જેમાં અમેરિકા અને યુરોપીયન દેશો આ યાદીમાં સામેલ છે. ભારતમાં લગભગ 15 મિલિયન લોકો મેદસ્વીતાનો શિકાર છે, જેમાં મોટાભાગના લોકો 19 થી 40 વર્ષ સુધીનાં છે.

જોકે બાળકોમાં મેદસ્વીતાનું પ્રમાણ તેમને લાંબાગાળે હાનિકારક બની શકે છે. તેઓ હાઇ-બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનાં શિકાર બની શકે છે.

બાળકોમાં મેદસ્વીતા વધવા માટે આ કારણો જવાબદાર બને છે-

  • સતત બેઠાંડુ જીવન
  • જંકફુડનો વધુ-પડતો ઉપયોગ
  • મેદાની રમતો ન રમવી

જોકે આજનાં સમયમાં ટી.વી., મોબાઇલ અને અન્ય ગેજેટ્સ પણ બાળકોની મેદસ્વીતા માટે કારણભૂત છે. તેથી બાળકોને આ ગેજેટ્સથી દૂર રાખવાં, જેથી તેમનું સ્વાસ્થ્ય જળવાય.

Leave a Reply