ગુજરાતી એક્ટ્રેસ મોનલ ગજ્જરનો ‘ઓણમ’ સ્પેશિયલ અવતાર છે આટલો ગોર્જિયસ -

ગુજરાતી એક્ટ્રેસ મોનલ ગજ્જરનો ‘ઓણમ’ સ્પેશિયલ અવતાર છે આટલો ગોર્જિયસ

હાલ કોરોનાના કારણે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ ઓછા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. જો કે આપણા ગુજરાતી એક્ટર્સ ઘરે બેઠા બેઠા પણ સમયનો સદુપયોગ કરી રહ્યા છે. કોઈએ શૂટ શરૂ કરી દીધું છે, તો કોઈ ફિટનેસ પર ધ્યાન આપી રહ્યા છે. ‘રેવા’ ફેમ એક્ટ્રેસ મોનલ ગજ્જરે હાલમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે. મોનલ ગજ્જરના નવા ફોટોઝ એટલા ગોર્જિયસ છે કે તમે જોતા જ રહી જશો!

સોમવારે જ ‘ઓણમ’ની ઉજવણી થઈ. ઓણમ આમ તો કેરાલામાં ઉજવાતો તહેવાર છે. પરંતુ આપણી ગુજરાતી એક્ટ્રેસ મોનલ ગજ્જરે પોતાની સ્ટાઈલમાં ઓણમની ઉજવણી કરી. મોનલ ગજ્જરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ઓણમ સ્પેશિયલ અવતારના ફોટોઝ શૅર કર્યા છે.

આ ફોટોઝમાં મોનલ ગજ્જર સિલ્કની ગોલ્ડન સારીમાં દેખાઈ રહ્યા છે. જેમાં તેમણે હાથમાં લાલ બંગડીઓ અને મહેંદી સાથે આ લૂક કંપલિટ કર્યો છે. મોનલે ઓણમના તહેવારના દિવસે આ ફોટોઝ શૅર કર્યા છે. જો કે કેટલાક દિવસ પહેલા પણ તેમણે સાડીમાં સાઉથ ઈન્ડિયન લૂક સાથેનો ફોટો શૅર કર્યો હતો. જેમાં પણ બંગડીઓ, વીંટી અને કાનના ઝૂમખા સાથે બ્યૂટીફૂલ સ્માઈલ જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે ‘રેવા’, ‘થઈ જશે’, ‘ફેમિલી સર્કસ’ સહિતની ગુજરાતી ફિલ્મો ઉપરાંત મોનલ ગજ્જર ‘બસ ચા સુધી’, ‘આવુંય થાય’ જેવી વેબસિરીઝમૈં દેખાઈ ચૂક્યા છે. આ ઉપરાંત, મોનલ ‘સિગારામ થોડુ’, ‘સુદીગાડુ’, ઘનુષ સાથેની ‘વેલઈયીલ્લા પત્તતહરી 2’ જેવી સાઉથની સંખ્યાબંધ ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. તો મોનલ ગજ્જરની મલ્હાર ઠાકર સાથેની ફિલ્મ ‘વિકીડાનો વરઘોડો’ પણ નજીકના સમયમાં રિલીઝ થવાની છે.

Leave a Reply