રાજ્યનો વધુ એક જિલ્લો રહેશે બંધ- જાણો કયો? - The Mailer - India

રાજ્યનો વધુ એક જિલ્લો રહેશે બંધ- જાણો કયો?

ગુજરાત રાજ્યમાં આજરોજ કોરોનાને કારણે એક મૃત્યુ થવાથી લોકોમાં વધારે ભય ફેલાયો છે. કોરોનાથી સાવધ રહેવા લોકો આજરોજ રવિવારે આખો દિવસ જનતા કર્ફ્ય અંતર્ગત ઘરમાં જ રહ્યા હતા અને વડાપ્રધાનને સપોર્ટ કર્યો હતો. ત્યારે ગુજરાતના ચાર જિલ્લા આવતીકાલથી લોકડાઉન છે.

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની સાથે ગાંધીનગરને પણ આવતી કાલથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરમાં એક પોઝિટિવ કેસ સામે આવતાં તંત્ર વધુ સાવચેતીના ભાગરૂપે આ નિર્ણયને અમલમાં મૂકશે. પાટનગરમાં જીવન જરૂરિયાત ચીજ-વસ્તુઓ સિવાયની તમામ દુકાન અને મોલ્સ બંધ રહેશે.

ગાંધીનગરમાં અન્ય સરકારી સેવાને પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાટનગરમાં પરિવહન સેવા પણ બંધ રહેશે. મહત્વપૂર્ણ છે કે, આજરોજ સુરતમાં એક 67 વર્ષીય વૃદ્ધનું કોરોનાને કારણે અવસાન થયું છે, ત્યારે ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા છે. આજરોજ કુલ 18 કેસ સામે આવ્યા છે.

Leave a Reply