અમદાવાદીઓ સાવધાન! હવેથી આટલાં કલાક જ ખુલ્લા રહેશે જાહેર ગાર્ડન - The Mailer - India

અમદાવાદીઓ સાવધાન! હવેથી આટલાં કલાક જ ખુલ્લા રહેશે જાહેર ગાર્ડન

હાલમાં કોરોનાનાં સંક્રમણને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં રાત્રી કરફ્યુ તો જાહેર કરવામાં આવ્યું જ છે. પરંતુ, હવે અમદાવાદીઓની ભીડને કાબૂમાં કરવા માટે વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નવા નિર્ણય અંતર્ગત અમદાવાદ શહેરના નાના-મોટા થઈને 250 જેટલા બાગ-બગીચાઓ માટે સમય ટૂંકાવી દેવામાં આવ્યો છે. રાત્રિ કરફ્યૂ પતે તેના સમયગાળા બાદ અમદાવાદ શહેરમાં સવારના 7થી 9 દરમિયાન બાગ બગીચા ખુલશે. એ સિવાય સાંજના 5થી 7 દરમિયાન બાગ-બગીચા ખુલશે. અમદાવાદ મહાનગરપાલિકાના બાગ બગીચા વિભાગ દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું કે, કરફ્યુના સમયને સાંકળીને બાગ-બગીચા ખુલ્લાં રાખવાના સમય નક્કી કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, હાલમાં રાત્રિ કરફ્યુ જે લગાવવામાં આવ્યો છે, તે 7મી ડિસેમ્બર સુધી રહેવાનો છે. ત્યારપછી પણ જો પરિસ્થિતિ કાબુમાં ન આવી, તો આગળનો નિર્ણય સરકાર લેશે. પરંતુ, હાલમાં તો ચાર શહેરોમાં રાત્રિ કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.

Leave a Reply