ચાઇનામાં કોરોના બાદ બીજો એક વાઇરસ બહાર આવ્યો, જાણો કયો?

ચીન દ્વારા હાલમાં સમગ્ર દુનિયામાં કોરોના ફેલાયો છે. હવે કોરોનામાંથી ચીન તો બહાર આવી ગયું, પરંતુ અન્ય દેશો ઝઝૂમી રહ્યા છે, ત્યારે આજરોજ બીજો એક વાઇરસ ચીનમાં બહાર આવ્યો હોવાની વાત ફેલાઇ છે.

ટ્વીટર પર આજ સવારથી જ હંટા વાઇરસ #Hantavirus નો ટેગ ટ્રેન્ડિંગમાં છે. ચીનનાં યુનાન પ્રાંતમાં એક વ્યક્તિનું મોત પણ આ જ વાઇરસને લીધે થયું હોવાનું મનાય છે, ત્યારે ચીન પ્રશાસન દ્વારા હજી આની સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી.

એવું કહેવાય છે કે આ વાઇરસ ઉંદરોની એક પ્રજાતિ દ્વારા ફેલાય છે. ત્યારે કોરોના બાદ ચીન આ વાઇરસની ઝપેટમાં આવી શકે, તેવી સંભાવનાઓ છે. સાથે જ આ વાઇરસ માણસથી માણસમાં નથી ફેલાતો, જે એક રાહતની વાત છે.

Leave a Reply