લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ મામલે કેમ હોબાળો થયો?

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજરોજ લોકસભામાં નાગરિકતા સંશોઘન બિલ રજૂ કર્યુ હતું. મહત્વનું છે કે, આસામમાં NRC લાગુ થયા બાદ સમગ્ર દેશમાં તે લાગુ કરવા માટે ભાજપે રજૂઆત કરી છે, ત્યારે લોકસભામાં જોરદાર વિરોધ વચ્ચે તે બિલ રજૂ થયું હતું.

બિલનો વિરોધ

જોકે, વોટિંગ દરમિયાન બિલ રજૂ કરવાના પક્ષમાં 293 અને વિરોધમાં 82 વોટ પડ્યા. અમિત શાહે કહ્યું કે, હું ગૃહમાં વિશ્વાસ અપાવવા માંગુ છું કે, નાગરિકતા બિલથી લોકોને ન્યાય મળશે. સાથે જ અમિત શાહે કહ્યું કે નાગરિકતા બિલની પાછળ કોઇ રાજનીતિ એજન્ડા નથી. મહત્વનું છે કે નોર્થ-ઇસ્ટ અને પ. બંગાળમાં આ બિલનો જોરદાર વિરોધ થઇ રહ્યો છે. તો ઘણાં પક્ષો પણ આ બિલનાં સમર્થનમાં નથી. તેમના મતે ભાજપ ધર્મના આધારે ધ્રુવીકરણ કરી રહ્યું છે.

અમિત શાહે કહ્યું કે, જો બિલથી ભેદભાવ સાબિત થાય છે તો, બિલને પાછું ખેંચવામાં આવશે. સાથે જ તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસ સાબિત કરે કે બિલ કોઇને સાથે ભેદભાવ કરે છે.

Leave a Reply