પનાગમ ડ્રિંક- ટેસ્ટી ડ્રિંક અને કોરોના સામે પણ મદદરૂપ - The Mailer - India

પનાગમ ડ્રિંક- ટેસ્ટી ડ્રિંક અને કોરોના સામે પણ મદદરૂપ

ઉનાળામાં પીવાલાયક ઘણાં બેવરેજીસ છે, જે ન ફક્ત તમારી તરસ છીપાવે છે, પરંતુ સાથે જ તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ફાયદાકારક હોય છે. આવું જ એક ડ્રિંક છે- પનાગમ ડ્રિંક. પનાગમ ડ્રિંક ન ફક્ત તમારી તરસ છીપાવે છે, પણ સાથે જ તે શરીરને અંદરથી ઠંડક પહોંચાડે છે. સાથે જ તે શરીરમાં પૂરતા એવા તત્વોની ખોટ પૂરે છે, જેથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, જે આ કોરોના કાળમાં ખાસ જરૂરી છે.

આ પનાગમ ડ્રિંક બનાવવા માટે-

સામગ્રી-

  • 200 ગ્રામ ગોળ
  • 1 આદુનો ટુકડો
  • 5 કપ પાણી
  • 4 ગ્રીન ઇલાયચી
  • અડધું લીંબુ

કઇ રીતે બનાવશો આ ડ્રિંક?

  • સ્ટેપ-1: પાંચ કપ પાણી લઇ તેમાં ગોળના પાઉડરને ઓગાળી દો.
  • સ્ટેપ-2: ગોળ ઓગળે ત્યાં સુધી ઇલાયચી અને આદુને ક્રશ કરો. ત્યારબાદ તેને આ મિશ્રણમાં ઉમેરો.
  • સ્ટેપ-3: હવે તેમાં લીંબુનો રસ ઉમેરો.
  • સ્ટેપ-4: આ ડ્રિંકને બરાબર હલાવો.

તૌ તૈયાર છે પનાગમ ડ્રિંક!

Leave a Reply