જાણો, કેમ પેશ્વા બાજીરાવના વંશજોએ પાનીપત ફિલ્મને મોકલી નોટિસ!

ઐતિહાસિક શૌર્યગાથા પર બનેલી ફિલ્મ પાનીપતને ફરી એક ગ્રહણ નડ્યું છે. મરાઠી પેશ્વા બાજીરાવનાં વંશજોએ પાનીપત ફિલ્મના પ્રોડ્યુસર સુનિતા ગોવારીકર અને રોહિત શેલાટકરની સાથે નિર્દેશક આશતોષ ગોવારીકરને નોટિસ મોકલી છે.

ફિલ્મમાં એક ડાયલોગ છે, જેમાં મસ્તાનીનો ઉલ્લેખ છે. આ ડાયલોગને લઇને પેશ્વા બાજીરાવનાં વંશજોએ નોટિસ મોકલી છે કે જો ફિલ્મમાંથી એ ડાયલોગ નહીં કાઢવામાં આવે, તો તેઓ કોર્ટમાં જશે.

મહત્વનું છે કે, આ ફિલ્મ પાનીપતનાં ત્રીજા યુદ્ધ પર આધારિત છે. ફિલ્મનાં ટ્રેલરમાં પાર્વતિબાઈની ભૂમિકામાં જોવા મળતી ક્રિતી સૅનન કહી રહી છે કે, “મૈંને સુના હૈ કી પેશવા જબ એકેલે મુહિમ પર જાતે હૈ તો એક મસ્તાની કે સાથ લૌટતે હૈ.” આ ડાયલોગને લઇને ફિલ્મ મેકર્સને નોટિસ મળી છે. મહત્વનું છે કે ફિલ્મમાં સંજય દત્ત, અર્જુન કપૂર અને ક્રિતી સેનન અગત્યના રોલમાં છે.

મરાઠાઓની વીરતા પર આધારિત આ ફિલ્મ 6ઠ્ઠી ડિસેમ્બરનાં રોજ રિલીઝ થવાની છે.

Leave a Reply