બ્રેકીંગ ન્યૂઝ: પરવેઝ મુશર્રફને મોતની સજા

નવી દિલ્હી: પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવપા પેશાવર હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ વકાર અહેમદની બેન્ચે મુશર્રફને મોતની સજા આપી છે. આ સમાચારથી સમગ્ર પાકિસ્તાન હચમચી ગયું છે. મહત્વનું છે કે, પરવેઝ મુશર્રફ દુબઈમાં છે. 3 નવેમ્બર, 2007ના રોજ ઈમરજન્સી સ્થિતિ માટે પરવેઝ મુશર્રફ પર ડિસેમ્બર 2013માં દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

મુશર્રફને 31 માર્ચ, 2014ના રોજ દોષી જાહેર કરવામાં આવ્યો હતો. આ પહેલા પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે લાહોર હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરનીને ઈસ્લામાબાદની વિશેષ અદાલત સમક્ષ કેસ પર રોક લગાવવાનો આગ્રહ કર્યો હતો. તેમના વિરુદ્ધ દેશદ્રોહનો કેસ છે.

આ કેસ અંગે મુશર્રફના વકીલ ખ્વાજા અહેમદ તારિક રહીમ અને અઝહર સિદ્દીકી તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં LHC તરફથી વિશેષ અદાલતમાં કાર્યવાહી કરવા પર ત્યાં સુધી રોક લગાવવા પર કહેવામાં આવ્યું હતું, જ્યાં સુધી LHC તરફથી મુશર્રફની પૂર્વ અરજી પર કોઈ નિર્ણય ન આવી જાય.

Leave a Reply