ગાંધીનાં ગુજરાતમાં દારૂબંધી? મોડાસામાં ઇંગ્લીશ દારૂ સાથે શખ્શ પકડાયો - The Mailer - India

ગાંધીનાં ગુજરાતમાં દારૂબંધી? મોડાસામાં ઇંગ્લીશ દારૂ સાથે શખ્શ પકડાયો

ગાંધીનગર: લોકડાઉન ખૂલ્યા બાદ બુટલેગરો પણ બેફામ બન્યા છે. ત્યારે આજકાલનું યુવાધન મોજશોખના રવાડે ચડી ગુનાહિત પ્રવૃત્તિ કરતાં અચકાતું નથી.

દારૂની બેફામ ખેપ મારતા લોકો પર પોલીસની ચાંપતી નજર છે, ત્યારે આજરોજ મળતી માહિતી મુજબ માલપુર પોલીસની હદમાંથી પસાર થતી એક કાર ચેક કરાતાં તેમાંથી ઈંગ્લીશ દારૂ મળી આવતાં દારૂ સાથે કારચાલકને ઝડપી લેવામાં માલપુર પોલીસને સફળતા મળી છે.

આ અંગે મળતી વધુ માહિતી મુજબ માલપુર પી એસ આઇ એન. એમ. સોલંકી તથા સ્ટાફ તા. 23 ના સાંજે પાંચ વાગ્યે પેટ્રોલિંગ માં હતા ત્યારે પસાર થતી કાર નં.GJ 27નAHન7828 માલપુરથી મોડાસા તરફ જઇ રહી હતી ત્યારે સોમપુર ત્રણ રસ્તા પાસે શંકાના આધારે કાર ઉભી કરાવી ચેક કરતાં 34 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હતો અને કારચાલકને પણ ઝડપી લેવામાં આવ્યો હતો.

કારચાલક કિરણભાઈ પ્રવિણભાઈ પટેલ મુળ રહે ધનસુરા તાલુકાના સોનીકંપા અને હાલ રહે. સુવિધા કોમ્પ્લેક્ષ, આઈ ટી આઈ સામે, મોડાસા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે. આ ઈંગ્લીશ દારૂ કાલીયાકુવાના ભરત સોમાભાઈ ડામોર પાસેથી લાવ્યો હોવાનું કબુલ્યું છે. માલપુર પોલીસે ગુના રજી નંં. પાર્ટ c/0388 થી ગુનો નોંધી કારની કિંમત 3 લાખ ગણી 33500/-રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Leave a Reply