પૂછી લેજો- દલપત પઢિયારની આ કવિતા મન મોહી લેશે... - The Mailer - India

પૂછી લેજો- દલપત પઢિયારની આ કવિતા મન મોહી લેશે…

દલપત પઢિયાર એટલે ગુજરાત વિદ્યાપીઠમાં મ.દે. ગ્રામસેવા વિદ્યાલયનાં ગુજરાતી અધ્યાપક. ગુજરાતી ગદ્ય વિશે મહાનિબંધ લખીને તેમણે પી.એચ.ડી. કરી છે.

તેમની આ કવિતા તેમના પુસ્તક ‘ભોંયબદલો’ પરથી લેવામાં આવી છે.

હું
ગામથી દૂર
સિઝન પછી ગોદે લટકતો
કોકડું વળી ગયેલો કોસ.
પાણી ખેંચી ખેંચીને પાયેલી
કારેલીની વાડી
જ્યારે ખેડી નાખો
ત્યારે
રોડા તળે રહી ગયેલા કોક
ચીઢાના મૂળને
પૂછી લેજો
મારું બદલાઇ ગયેલું સરનામું
- દલપત પઢિયાર

વધુ કવિતાઓ વાંચવા માટે ક્લિક કરો- ભોંયબદલો

Leave a Reply