ફાઈનલી! પ્રતીક ગાંધી અને ભામિની ગાંધી આ પ્રોજેક્ટમાં સાથે કરશે કામ! -

ફાઈનલી! પ્રતીક ગાંધી અને ભામિની ગાંધી આ પ્રોજેક્ટમાં સાથે કરશે કામ!

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર પ્રતીક ગાંધી બોલીવુડમાં પણ ઓળખ બનાવી રહ્યા છે. ટૂંક સમયમાં જ તેમની હિન્દી વેબસિરીઝ ‘સ્કેમ 1992’ રિલીઝ થવાની છે, જે હંસલ મહેતાએ ડિરેક્ટ કરી છે. પ્રતીક ગાંધીના ફેન્સ તેમને બિઝનેસમેનના અવતારમાં જોવા એક્સાઈટેડ છે. જો કે એ પહેલા જ તેમણે વધુ એક સરપ્રાઈઝ આપી છે.

પ્રતીક ગાંધી ટૂંક સમયમાં જ એક નવા પ્રોજેક્ટમાં પોતાની વાઈફ ભામિની ઓઝા ગાંધી સાથે જોવા મળશે. આ જાહેરાત તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ફોટો શૅર કરીને કરી છે. આ ફોટોમાં પ્રતીક અને ભામિની સામસામે બેસીને વાતો કરી રહેલા દેખાય છે. તો ફોટોની સાથે કેપ્શન છે,’હવે સમય છે રીયલમાંથી રીલમાં જવાનો. આજે સાંજે કરીશું કંઈક નવી અને રસપ્રદ જાહેરાત.’

ઉલ્લેખનીય છે કે, પ્રતીક ગાંધી સંખ્યાબંધ હિટ ગુજરાતી ફિલ્મો આપી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ ગુજરાતી નાટકો અને ‘લવયાત્રી’, ‘મિત્રોં’ જેવી બોલીવુડની ફિલ્મોમાં પણ દેખાઈ ચૂક્યા છે. તો ભામિની ઓઝા ગાંધી પણ જાણીતા એક્ટ્રેસ છે. ભામિનીનું નામ ગુજરાતી તખ્તા પર ખૂબ જ ફેમસ છે. પ્રતીક ગાંધી અને ભામિની ગાંધી ‘સાત તરી એકવીસ’, ‘સર.. સર.. સરલા’માં સાથે કામ કરી ચૂક્યા છે. સાત તરી એકવીસમાં પ્રતીકે ભામિનીને ડિરેક્ટ કર્યા હતા. તો સર સર સરલામાં બંને સ્ટેજ પર સાથે દેખાયા હતા. ત્યારે પ્રતીક ગાંધીની નવી પોસ્ટ પરથી લાગી રહ્યું છે કે બંને નવી ફિલ્મમાં સાથે જોવા મળી શકે છે.

પ્રતીક ગાંધીની આ પોસ્ટ બાદ હવે ફેન્સ એ જાણવા એક્સાઈટેડ છે કે આ કપલ કયા પ્રોજેક્ટમાં સાથે દેખાશે. શું આ ગુજરાતી ફિલ્મ હશે? કે પછી કોઈ વેબસિરીઝ? જો કે એ જાણવા માટે સાંજ સુધી રાહ જોવી જ પડશે.

Leave a Reply