ના હોય ? આ દેશમાં એક કિલો ટામેટાના ભાવ છે 28000 રુપિયા!!! - The Mailer - India

ના હોય ? આ દેશમાં એક કિલો ટામેટાના ભાવ છે 28000 રુપિયા!!!

દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે. દુનિયાના બધા દેશોમાં ક્યાંક ને ક્યાંક આ સમસ્યા છે. ત્યારે એક એનો દેશ છે જ્યાંની મોંઘવારી સાંભળીને તમે લોકો ચોંકી જશો. આ દેશનુ નામ છે વેનેઝુએલા. આ દેશમાં મોંઘવારીનો દર 1 કરોડ ટકા છે. તેથી ત્યાનાં લોકોમાં પણ પ્રશાસન બાબતે ઘણો જ રોષ જોવા મળી રહ્યો છે.

આઈએમએફના જણાવ્યા મુજબ 1 વર્ષમાં મોંઘવારીમાં 1100 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષની જો વાત કરવામાં આવે તો મોંઘવારીનો દર 9029 હતો જે હાલ વધીને 1 કરોડ ટકા થઈ ગયો છે. અહીંયા એક કિલો ટામેટાના ભાવ 28000 રુપિયા એટલે કે 50 લાખ બોલીવર્સ છે. આ પરથી જ અંદાજ લગાવી શકાય છે કે ત્યાં અન્ય વસ્તુઓની મોંધવારી કેટલી હશે. અન્ય વસ્તુઓની જો વાત કરવામાં આવે તો એક કપ કોફીની કિંમત 28000 રુપિયા છે. બે કિલો ચિકનના લગભગ 1.20 કરોડ બોલીવર્સ ભાવ છે તો ચોખા અને લોટની કિંમત પણ 50 લાખ બોલીવર્સ પહોંચી ગઈ છે.

આ દેશમાં મોંઘવારી ટોચ પર પહોંચી છે. ત્યાનાં લોકો કામના બદલામાં પૈસાને બદલે ખાવાનો સામાન માંગણી કરે છે. તો વાળ કાપવાના બદલામાં ઈંડા અને કેળા માંગણી કરે છે. ત્યાં એક ઈંડાની કિંમત લગભગ 1 લાખ બોલીવર્સ એટલે કે 558 રુપિયા થાય છે. આટલી મોંઘવારની કારણે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ વિરૂદ્ધ લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે. લોકોનુ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. હવે જોવાનુ રહેશે કે આગળના દિવસોમાં કેવી પરિસ્થિતિ ઉભી થાય છે.

Leave a Reply