રાજકોટની આ દિકરીએ કોરોનાની રસીને પૂણેથી હૈદરાબાદ પહોંચાડી, શહેરની પ્રથમ મહિલા પાયલોટ છે આ... - The Mailer - India

રાજકોટની આ દિકરીએ કોરોનાની રસીને પૂણેથી હૈદરાબાદ પહોંચાડી, શહેરની પ્રથમ મહિલા પાયલોટ છે આ…

રાજકોટ: આપણે સૌ જે રસીની આતુરતા પર્વક રાહ જોઈ રહ્યા હતા તે કોરોના વેક્સિન આજે ભારત આવી પહોંચી છે ત્યારે ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને ખાસ તો રાજકોટ માટે ગર્વની વાત છે. કારણકે તમને આ સમાચાર વાંચીને તમારી છાતી ગદગદ થઇ જશે.

કેપ્ટન નિધિ અઢિયા

પૂણેથી હૈદરાબાદ ખાતે ફ્લાઇટ મારફતે જે રસી લઇ જવામાં આવી, તે ફ્લાઇટનાં કેપ્ટન રાજકોટના નિધી બિપીનભાઈ અઢીયા હતા.

નિધી અઢીયાએ રાજકોટનું ગૌરવ તો વધાર્યુ છે સાથોસાથ ગુજરાતનું ગૌરવ પણ વધાર્યુ છે. નિધીના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરીનું હેડક્વાર્ટર દિલ્હી છે. ત્યારે તેના દ્વારા કોરોનાની રસીનો જથ્થો સલામત પહોંચાડ્યો છે, તે અમારા માટે ગર્વની વાત છે.

નિધિ રાજકોટમાં બીપીન સોપ નામની પેઢીના સંચાલક બીપીનભાઈ અઢિયાની દીકરી છે. બિપીનભાઈ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. ત્યારે રાજકોટની દિકરી દ્વારા કરવામાં આવેલા આ કામને સમગ્ર રાજકોટ બિરદાવી રહ્યું છે.

Leave a Reply