19 સપ્ટેમ્બર: જ્યારે યુવરાજે ફટકારી 6 બોલમાં 6 સિક્સ - The Mailer - India

19 સપ્ટેમ્બર: જ્યારે યુવરાજે ફટકારી 6 બોલમાં 6 સિક્સ

ક્રિકેટમાં 19 સપ્ટેમ્બરનો દિવસ ભારતીય ક્રિકેટ માટે એક યાદગાર અને ઐતિહાસિક દિવસ છે. આજના દિવસે જ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે પોતાના બેટથી એવુ પ્રદર્શન કરીને બતાવ્યુ કે, જે ક્રિકેટ ઈતિહાસમાં એક માઈલસ્ટોન બની ગયું.

વાત કરીએ આજથી 13 વર્ષ પહેલાની, જ્યારે ટી20 ફોર્મેટના પહેલા વર્લ્ડકપનું આયોજન 2007માં સાઉથ આફ્રિકામાં થયુ હતું. વર્લ્ડકપ દરમિયાન આજના દિવસે એટલે કે 19 સપ્ટેમ્બર 2007ના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વિરૂદ્ધની મેચમાં યુવરાજ સિંહે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં 6 બોલમાં 6 સિક્સર ફટકારી ક્રિકેટનો ખાસ રેકોર્ડ પોતાની નામે કરી લીધો હતો. જે રેકોર્ડ હજી સુધી અંકબંધ છે, કોઈપણ ક્રિકેટર એ રેકોર્ડને તોડી શક્યો નથી.

આ મેચના 13 વર્ષ પુરા થવા નિમિત્તે યુવરાજ સિંહે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને આ ઐતિહાસિક ક્ષણને ફરી યાદ કરાવી. યુવરાજે પોતાની પોસ્ટમાં લખ્યુ કે, “13 વર્ષ… કેટલી જલ્દીથી સમય વિતી રહ્યો છે.” પોસ્ટની ખાસ વાત તો એ રહી કે, તેની આ પોસ્ટમાં બોલર સ્ટુઅર્ટ બ્રોડે કોમેન્ટ કરી કે, ” એક મેચમાં બોલ જેવી રીતે ઉડી રહી હતી, તેની સરખામણીમાં તો સમય સ્પીડ પણ ઓછી છે.” યુવરાજની આ પોસ્ટને ગૌતમ ગંભીરે પણ રિએક્ટ કરતાં કહ્યું,”આ રેકોર્ડ મને આપી દો ઠાકુર…”

2007ના વર્લ્ડકપના આ મેચો ઘણા બધા રેકોર્ડ બનાવ્યાં હતાં. સૌથી પહેલા યુવરાજના 6 બોલમાં 6 સિક્સરનો ટી20 આંતરરાષ્ટ્રિયમાં રેકોર્ડ અને 6 સિક્સરની મદદથી યુવરાજે માત્ર 12 બોલમાં પોતાના 50 રન પણ પુરા કર્યા હતા. ટી20 આંતરરાષ્ટ્રિયમાં આ સૌથી ફાસ્ટ ફિફ્ટી છે, જે હજુ સુધી અંકબંધ છે. યુવરાજે એ મેચમાં 16 બોલમાં તાબડતોડ 3 ફોર અને 7 સિક્સની મદદથી 58 રનની તોફાની ઈનિગ્સ રમી હતી. જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 362.50 નો રહ્યો હતો. અને એ મેચમાં ભારતની જીત થઈ અને યુવરાજને મેન ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો.

Leave a Reply