જાણો, શું છે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ?

ગાંધીનગર: ગુજરાતમાં હાલ કોરોનાની પરિસ્થિતિ સૌથી વધુ વણસી હોય તેવું જોવા મળ્યું છે. બીજા રાજ્યો કરતાં ગુજરાતમાં કેસ ધીરે-ધીરે બહાર આવ્યા હતા. પરંતુ, હાલ અત્યાર સુધીમાં કુલ છ જણનાં મૃત્યુ કોરોનાને લીધે થયાં છે.  

કોરોના મુદ્દે ભાવનગર જીલ્લામાંથી આજરોજ માઠા સમાચાર આવ્યા હતાં. ભાવનગરમાં કોરોનાથી વધુ એક મોત થયુ છે. ગુજરાતમાં કોવિડ સંક્રમણથી આ છઠ્ઠું મોત થયુ હતું. જેસરનાં મોટાખુટવડા ગામની 45 વર્ષીય મહિલાનું મોત થયુ છે. આ મોત બાદ ભાવનગરમાં મોતનો આંકડો 2 ઉપર પહોંચી ગયો છે.

મહત્વનું છે કે, હવે ગુજરાતમાં સંક્રમણ અંદરોઅંદર જ પ્રસરી રહ્યું છે. આ પરિસ્થિતિ ઘણી ખરાબ કહેવાય અને જો તે પણ વણસી તો વાત વધુ બગડશે. રાજ્યમાં કોરાના વાયરસની આજની અપડેટ વિગતો મીડિયાને આપતા ડો. જયંતિ રવિએ સવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, રાજ્યમાં આજે 6 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ 69 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 23, સુરતમાં 8, રાજકોટમાં 9, વડોદરામાં 9, ગાંધીનગરમાં 9, ભાવનગરમાં 6, ગીર સોમનાથમાં 2 અને કચ્છ, મહેસાણા, પોરબંદર પ્રત્યેકમાં એક-એક કેસ પોઝીટીવ છે.

Leave a Reply