તો આ કારણોથી યુવકે કરી હતી શબવાહિનીની ચોરી, જાણીને ચોંકી જશો - The Mailer - India

તો આ કારણોથી યુવકે કરી હતી શબવાહિનીની ચોરી, જાણીને ચોંકી જશો

થોડા દિવસ પહેલા અમદાવાદના પ્રહલાદનગરમાં આવેલ ફાયર સ્ટેશનમાં પાર્ક કરવામાં આવેલ 30 લાખની શબવાહિનીની ચોરી થઈ હતી. જેમાં પોલીસે CCTV માં ચેક કરતાં એક શખ્સ ચોરી કરતો નજરે પડ્યો હતો. જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી.

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે 25 વર્ષીય રુદ્ર ગુર્જર જેણે બીટેક એન્જીનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને પ્રહલાદનગર ખાતેની IMS નામની કંપનીમાં નોકરી કરે છે. તેણે જ શબવાહિની ચોરી કરીને માનસી સર્કલ ખાતે બિનવારસી છોડી દીધી હતી.

એન્જીનિયર આરોપીએ પૂછપરછમાં જણાવ્યુ કે, તે પોતાની નાઈટ શિફ્ટની નોકરી પુર્ણ કરી રાત્રિના સમયે પ્રહલાદનગરથી માનસી સર્કલ ખાતે ચાલતા ચાલતા ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે ચારથી પાંચ અજાણ્યા શખ્સોએ મારમારી ઝગડો કરી રહ્યા હતા. તેનાથી બચવા માટે ફાયર સ્ટેશનની શબવાહિનીમાં તે છુપયો હતો શબવાહિનીમાં ચાવી સ્ટેરીંગમાં લગાડેલી નજરે પડ્તા તે બચવા માટે શબવાહિનીને લઈ ઘરે જતો રહ્યો હતો અને માનસી સર્કલ ખાતે મૂકી દીધી હતી

જો કે પોલીસે તેની આ વાત પર સંપર્ણ ભરોસો ના દાખવતાં વધુ તપાસ હાથ ઘરી છે.

Leave a Reply