શ્રીલંકન ક્રિકેટર કુશાલ મેન્ડિસની કરાઈ ધરપકડ, જાણો શું છે કારણ! - The Mailer - India

શ્રીલંકન ક્રિકેટર કુશાલ મેન્ડિસની કરાઈ ધરપકડ, જાણો શું છે કારણ!

શ્રીલંકન ક્રિકેટર કુશાલ મેન્ડિસની શ્રીલંકાની પોલિસે ધરપકડ કરી છે. થોડા સમય પહેલા કુશાલ મેન્ડિસની કારનું થોડા સમય પહેલા એક્સીડેન્ટ થયુ હતું, જેમાં વ્યક્તિનું નિધન પણ થયું હતું. જેને લઈને શ્રીલંકન પોલિસે કુશાલની તેના ઘરેથી જ ધરપકડ કરી છે.

કુશાલ પર લાગેલા આ આરોપને કારણે તેની ધરપકડ કરવામાં આવી છે. શ્રીલંકન મીડિયા રિપોર્ટ પ્રમાણે શ્રીલંકાના હોરોન્તુડુવા વિસ્તારમાં કુશાલ મેન્ડિસની SUV અને બાઈક વચ્ચે ટક્કર થઈ હતી, જે ઘટનામાં એક વ્યક્તિનું નિધન થયું હતું. મૃતકની ઉમર લગભગ 64 વર્ષની આસપાસ હતી. પોલિસ આ ઘટનાની વધુ તપાસ કરી રહી છે.

શ્રીલંકન 25 વર્ષિય યુવા વિકેટકીપર બેટ્સમેન કુશાલ મેન્ડિસ શ્રીલંકા માટે અત્યાર સુધીમાં 44 ટેસ્ટ અને 76 વન-ડે મેચોની સાથે 26 ટી-20 મેચ રમી છે.

Leave a Reply