ફાસ્ટફુડનો ઓર્ડર કરતાં પહેલાં આટલું ધ્યાન રાખો- બચી જશો આ મોટી તકલીફથી - The Mailer - India

ફાસ્ટફુડનો ઓર્ડર કરતાં પહેલાં આટલું ધ્યાન રાખો- બચી જશો આ મોટી તકલીફથી

બર્ગર કે પછી સોફ્ટીસ હોય, આપણે તેના વગર રહી શકતાં નથી. પરંતુ, ફાસ્ટ-ફુડ આઉટલેટ પર જો ફ્રેશ અને ક્વાલીટી ફુડ મેળવવું હોય તો આટલું ધ્યાન રાખજો-

  • કોલ્ડ-ડ્રીંક વિધાઉટ આઇસ: જ્યારે તમે કોલ્ડ-ડ્રીંક ઓર્ડર કરો, ત્યારે તેને આઇસ વગર ઓર્ડર કરો. કારણકે આઇસને કારણે કોલ્ડ-ડ્રીંકની માત્રા ગ્લાસમાં ઘટી જાય છે. તેથી આઇસ વગર તમને થોડી વધારે ક્વાન્ટિટી મળી શકે છે.
  • ફ્રેન્ચ-ફ્રાઇસને વિધાઉટ સોલ્ટ: ફ્રેન્ચ-ફ્રાઇસની ક્વાલિટી જાણવી હોય, તો તેને સોલ્ટ વગર ઓર્ડર કરો, તેનાથી તે ફ્રેશ છે કે નહીં, તે જાણી શકાશે.
  • એક્સ્ટ્રા-ટોસ્ટેડ બન્સ: જ્યારે પણ તમે બર્ગર ઓર્ડર કરો, તો એક્સ્ટ્રા-ટોસ્ટેડ બન્સનો યુઝ કરવા કહેવું, જેથી ફ્રેશ બન મળશે અને સાથે જ તેનો ટેસ્ટ ક્રન્ચી આવશે.
  • ડિસ્કાઉન્ટ મેળવવા માટે ઓનલાઇન ઓર્ડર કરો: આજકાલ ઘણાં આઉટલેટ એપ્સ પર કે પછી વેબસાઇટ પર ઓનલાઇન ઓર્ડર લે છે અને સાથે જ ડિસ્કાઉન્ટ આપે છે. આ ઉપરાંત, ઘણી એવી એપ છે કે જે ડિસ્કાઉન્ટ કુપન કોડ પણ પ્રોવાઇડ કરે છે.

Leave a Reply