ડેન્ગ્યુનો મુકાબલો હવે ટેક્નોલોજીથી : જાણો કઇ રીતે? - The Mailer - India

ડેન્ગ્યુનો મુકાબલો હવે ટેક્નોલોજીથી : જાણો કઇ રીતે?

તાજેતરમાં ઘણાં શહેરોમાં ડેન્ગ્યુના વાવડ જોવા મળ્યા હતા, ત્યારે હાલ એક શહેરમાં ડેન્ગ્યુનો મુકાબલો ટેક્નોલોજીથી કરવામાં આવશે. આની પહેલ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશને કરી છે. ગુરુવારે મહાનગર પાલિકાના મુખ્યમથકની છત પર મચ્છરો મારનાર ડ્રોન ‘વિનાશ’નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ અંગે કોલકાતા શહેરના ડેપ્યુટી મેયર અતિન ઘોષ કહે છે કે, વિશ્વમાં પહેલીવાર કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન ડેન્ગ્યુથી થતા મચ્છરો અને તેના લાર્વાનો નાશ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે.

મહત્વનું છે કે, અત્યાર સુધી ડ્રોનનો ઉપયોગ માત્ર સુરક્ષા વ્યવસ્થા માટે કરવામાં આવતો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન ‘ડ્રોન’થી સજ્જ કદાચ પ્રથમવાર કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશન મચ્છરો મારવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થઇ રહેલો તેનો ઉપયોગ સૂચવે છે કે, જીવ-જંતુ પણ હવે શક્તિશાળી બની ગયા છે. હવે મચ્છરોના ખાત્મા માટે શાસન-પ્રશાસને પણ તેમના જુના વલણને છોડીને ટેકનોલોજી સાથે અદ્યતન રહેવું પડશે. 

આમ, તંત્ર સમયસર જાગ્યું છે, ત્યારે જોવાનું એ રહેશે કે, ડ્રોન ‘વિનાશ’ આ જીવલેણ મચ્છરોનો નાશ કરવામાં કેટલું સક્ષમ બને છે.

Leave a Reply