વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ બનશે જયપુરમાં, આ પ્રકારની હશે વિશેષતાઓ - The Mailer - India

વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ બનશે જયપુરમાં, આ પ્રકારની હશે વિશેષતાઓ

રાજસ્થાનમાં દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે. 100 એકડમાં બનનાર આ ક્રિકેટ સ્ટેડિયમને બનાવવાનો ખર્ચ રિપોર્ટ પ્રમાણે લગભગ 350 કરોડ રૂપિયા થશે. સ્ટેડિયમ બનવાની જાણકારી રાજસ્થાન ક્રિકેટ એસોશિએશન(RCA)ના સચિવ મહેન્દ્ર શર્માએ આપી હતી. તેમણે વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું કે, આ સ્ટેડિયમમાં પ્રેક્ષકોને બેસવાની ક્ષમતા 75 હજાર હશે અને અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ આ સ્ટેડિયમ બનાવવામાં આવશે.

રાજસ્થાન ક્રિકેટ એસોશિએશનને સ્ટેડિયમ માટે BCCI તરફથી 100 કરોડની ગ્રાન્ટ માગી છે. અને 90 કરોડ RCA વધુ એ રાશીમાં ઉમેરશે. જ્યારે ઘટતી રકમ એસોશિએશન 100 કરોડની લોનના રૂપમાં અને 60 કરોડ સ્ટેડિયમના કોર્પોરેટ બોક્સ વહેચીને મેળવશે.

રાજસ્થાનમાં જયપુર પાસે બનાનાર આલિશાન ક્રિકેટ સ્ટેડિયમની વિશેષતાની વાત કરીએ તો, તેમાં આંતરરાષ્ટ્રિય સ્તરનું મુખ્ય ક્રિકેટ ગ્રાઉન્ડ હશે. જેની બાજુમાં 2 પ્રેક્ટિસ ગ્રાઉન્ડ હશે, જેમાં રણજી ટ્રોફીની મેચો પણ રમાશે. વર્લ્ડ ક્લાસ ક્રિકેટ એકેડેમીની સાથે ક્લબ હાઉસ પણ બનાવવામાં આવશે.

લગભગ 350 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આ ક્રિકેટ ગ્રાઉન્ડ 2 ભાગમાં બનાવવામાં આવશે. પહેલા ભાગમાં 45 હજાર પ્રેક્ષકોની ક્ષમતાથી બનાવવામાં આવશે અને બીજા ભાગમાં તેની ક્ષમતા વધારીને 75 હજાર સુધીની કરવામાં આવશે. સ્ટેડિયમનો પહેલો ભાગ કામ શરૂ થવાના 2 વર્ષમાં બનાવી દેવામાં આવશે.

ક્રિકેટના સૌથી મોટો સ્ટેડિયમની વાત કરવામાં આવે તો અમદાવાદનું મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ અને ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ પછી આ દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટુ સ્ટેડિયમ બનશે. અમદાવાદના મોટેરાની ક્ષમતા 1.10 લાખ પ્રેક્ષકો બેસાડવાની છે, જ્યારે મેલબોર્નમાં 1.02 લાખ પ્રેક્ષકો એક સાથે બેસીને ક્રિકેટ મેચોનો આનંદ માણી શકે છે.

Leave a Reply